Wednesday 3 May 2023

​વૈશાખ પૂર્ણિમા ઉપાસના

 1) સૌપ્રથમ એક બાજોટ અથવા પાટલો લો અને તેના પર શાલ અથવા એના જેવું વસ્ત્ર મૂકો. તેના પર તમારા સદગુરુ અને હનુમાનજીનો ફોટો રાખો.

 2) સદગુરુના ફોટા પર સુગંધિત અથવા પ્રાપ્ત ફૂલોનો હાર પહેરાવવો અને હનુમાનજીના ફોટા પર આકડાના ફૂલનો હાર પહેરાવવો. 

3) દીવો અને અગરબત્તી પ્રગટાવો અને હાથ જોડીને સદગુરુ અને હનુમાનજીનું ધ્યાન કરો. 

4) પછી નીચેનામાંથી કોઈપણ એક સ્તોત્રનો 11 વાર પાઠ કરવો.

1. 11 વખત ક્લેશનિવારક શ્રીઅનિરુદ્ધકવચ 

2. 11 વખત શ્રીહનુમાન ચાલીસા  

3. 11 વખત શ્રીઅનિરુદ્ધ ચાલીસા 

4. 11 વખત ત્રિવિક્રમના 18 વચનો

5. 11 વખત સદગુરુ શ્રીસાઈનાથના 11 વચનો 

6. 11 વખત શ્રી આદિમાતા શુભંકરા સ્તવન 

7. 11 વખત શ્રી આદિમાતા અશુભનાશિની સ્તવન 

8. 11 વખત શ્રીહનુમાન સ્તોત્ર (ભીમરૂપી મહારુદ્રા...) 

9. 11 વખત શ્રીપંચમુખહનુમતકવચ

ત્યારબાદ... 

1) કેરીનું પન્નુ,

 2) કાચી કેરી અને પલાળેલી ચણાની દાળ વાટીને તેનો પ્રસાદ અર્પણ કરવો. પછી લોટાંગણ કરવું. વૃદ્ધ શ્રદ્ધાવાન માત્ર નમસ્કાર કરે તો પણ તે ભગવાન ને પહોંચે જ છે. 

જો બ્રાહ્મમુહૂર્ત પર ઉપાસના કરવી શક્ય ન હોય તો દિવસ દરમ્યાન પણ કરી શકાય છે. સદગુરુ શ્રી અનિરુદ્ધે ખાતરી આપી છે કે જે કોઈપણ વૈશાખ પૂર્ણિમાના દિવસે આ ઉપાસના પ્રેમથી કરશે, તેના ઘરે તેના સદગુરુ શ્રીહનુમાનજીની સાથે આવશે જ.

Wednesday 23 August 2017

*શતાક્ષી પ્રસાદમ્*

હળદર, મધ, એક ચતુર્થાંસ લસણ પાખળી પીસીને અને સુંઠ મીકસ કરી,  આની નાની ગોળી (આયુર્વેદ ની ગોળી ની સાઇઝ ની તૈયાર કરવી) ફક્ત અનિરુધ્ધ અનિરુધ્ધ અનિરુધ્ધ  (ત્રણ વાર) બોલી ગોળી ગળી જવી. શતાક્ષી પ્રસાદમ્ સવારે નાસ્તો કર્યા પછી લેવો. 

અંબજ્ઞ

Monday 8 April 2013

રક્તદાન શિબિર


| | હરિ ૐ | |

ૐ મન: સામર્થ્યદાતા શ્રીઅનિરૂદ્ધાય નમ:|

રક્તદાન શિબિર

1) શ્રી અનિરૂદ્ધ ઉપાસના ફાઉન્ડેશન, સદગુરુ શ્રી અનિરૂદ્ધ ઉપાસના ટ્રસ્ટ, દિલાસા મેડિકલ ટ્રસ્ટ અને રીહેબીલીશન સેન્ટર, અનિરૂદ્ધ સમર્પણ પથક, અનિરૂદ્ધાસ હાઉસ ઓફ ફ્રેન્ડસ,અનિરૂદ્ધાસ એકેડમી ઓફ ડીસાસ્ટર મનેજમેન્ટ, શ્રી અનિરૂદ્ધ આદેશ પથક, મળીને રક્ત દાન શિબિર નુ આયોજન રવિવાર 14 એપ્રિલ 2013 ના રોજ કરવામાં આવ્યું છે.

2) સ્થળ: શ્રીહરિગુરુગ્રામ, સરકારી કોલોની, ખેરવાડી, બાંદ્રા (ઇ), મુંબઇ.

3) સમય: સવારે 9 થી  સાંજે 6 વાગ્યા સુધી.

4) વિજ્ઞાન વિકાસશીલ છે, પરંતુ આજ સુધી માનવ રક્ત માટે પર્યાય નથી. માનવ રક્ત ફેક્ટરી મા ઉત્પાદન કરી શકાતું નથી. તેવી જ રીતે કોઈ પણ પ્રાણીનું લોહી માનવી માટે ઉપયોગી થઈ શકતું નથી. એક માનવ રક્ત માત્ર જ અન્ય વ્યક્તિ માટે ઉપયોગી છે. તેથી આપણા રક્ત દાન કરવાથી કોઇ વ્યક્તિનું જીવન બચાવી શકાય છે.

5) આજે મુંબઇ માં એક વર્ષમાં આશરે 2.50 લાખ થી 3 લાખ રક્ત બોટલની જરૂરિયાત છે. આપણા રક્ત દાન કરવાથી તેમાં સહયોગ કરી શકાય છે.

6) રક્ત દાન માટે કોઇ ભય અથવા ગેરસમજ ન હોવી જોઈએ. આપણા શરીરમાં 4.5 થી 5 લિટર રક્ત  છે. માત્ર 300 મિલી લીટર રક્ત જ રક્તદાન દરમિયાન લેવામાં આવે છે.

7) રક્ત દાન કર્યા પછી 15-20 મિનિટ આરામ લીધા પછી, આપણે આપણા નિયમિત કાર્ય કરી શકીએ 
છીએ. આપણા શરીરયંત્રણા માં 3-4 દિવસની અંદર લોહી પૂર્વવત સ્થિતી માં આવે છે.

8) ઉંમર: 18 થી 60 વર્ષ ઉંમર ની મહિલા / પુરૂષ રક્ત દાન કરી શકે છે.

9) વજન: 50  કિલોગ્રામકરતાં વધુ.

10) હેમોગ્લોબિન: 12.50% કરતાં વધુ. 

11) જે વ્યક્તિ નીચેના રોગો પીડાતા હોય, તેમણે રક્ત દાન કરવું જોઇએ નહિં:
a) કમળો, મેલેરિયા, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, ચિકુનગુનીયા (છેલ્લા 3 મહિનામાં) અથવા છેલ્લા એક વર્ષ માં કોઈ પણ સર્જરી કરવી હોય અથવા એનેમિયા હોય.

b) અમુક અસાધારણ રોગો અને ઉંમર સાથે સંબંધિત રોગો: 
એડ્સ, ગુપ્ત રોગ, ક્ષય, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, Hypothyroid, Hyperthyroid.

c)  મહિલાઓ માટે: 1)ગર્ભપાત (નજીકના છ મહિના), 2) માસિક ધર્મ (1 અને 2 દિવસ) 3) ગર્ભાવસ્થા 4) બાળ સ્તનપાન સ્થિતિ.

12) ખાદ્ય પદાર્થ: સામાન્ય રીતે રક્તદાતા ને ઓછા હેમોગ્લોબિન ને કારણે નકારવામાં (Reject) આવે છે.  હેમોગ્લોબિન વધારવા માટે નીચે જણાવ્યા પ્રમાણે ખોરાક લેવો જોઈએ:-
1) લીલા શાકભાજી, મઠ, મેથી, ચોળી અને પાલક.
2) ફણગાવેલાં કઠોળ. 
3) પાંદડાવાળા શાકભાજી: વટાણા, કોળું, ટમેટા, પરવર, ગવાર.
4) ફળો: ચીકુ, પપૈયા, સફરજન, ખજુર, નારંગી, મોસંબી , દ્રાક્ષ, આમળા, તરબૂચ, અંજીર, કેળા
5) કચુંબર: બીટ, ગાજર, મૂળો.
6) અનાજ: મકાઈ, નાચની, બાજરી, ઘઉં.
7) મગફળી, સુકા મેવા મનુકા, તલ, ગોળ
8) ખાદ્ય પદાર્થ: ચીકી, મુરબ્બો, ખીર, ગોળપાપડી.

13) રક્ત દાનના 1 દિવસ પહેલાં લેવા ની કાળજી:-
a) શાંતિપૂર્ણ ઊંઘ.
b) નિયમિત ખોરાક લેવો જોઈએ. ઉપવાસ કરવો જોઈએ નહીં.
c) કોઈ પણ કારણ વગર (હોમિયોપેથિક અથવા આયુર્વેદ) દવા લેવી નહીં. દા.ત.  Crocin, Disprin, combiflam. (એક કે બે દિવસ માટે પીડા શમન દવા ટાળવી).

||શ્રીરામ||

||અંબજ્ઞ||

Monday 2 July 2012

ગુરુપૂર્ણિમા


परमपूज्य सद्गुरु श्रीअनिरुद्ध म्हणजेच बापू कधीही कुणाकडूनही कुठल्याही स्वरूपात गुरुदक्षिणा म्हणून काहीही स्वीकारत नाहीत. "मित्रांनो, तुमचे पाप मला अर्पण करा' हेच ते सांगतात. "मी माझ्या मित्रांचा त्यांच्या पापासहित स्वीकार करतो' हे बापुंनी श्रीमद्पुरुषार्थ ग्रन्थराजात सांगितलेच आहे.

પરમપુજ્ય સદગુરૂ શ્રીઅનિરુદ્ધ એટલેજ બાપુ ક્યારેય કોઈ ની પાસેથી  કોઈ પણ પ્રકાર ની ગુરુદક્ષિણા તરીકે કંઈ પણ સ્વીકારતા નથી. "મિત્રો, તમારા પાપો મને અર્પણ કરો" આજ જણાવે છે. "હું મારા મિત્રોને તેમના પાપોસાહિત સ્વીકાર કરું છું" બાપુ  શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ માં જણાવ્યું છે

श्रीमद्पुरुषार्थ ग्रन्थराज प्रथम खण्ड "सत्यप्रवेश' यात चरण 4 मध्ये आम्ही वाचतो की मानवाला जर त्याचे प्रारब्ध बदलायचे असेल, तर त्यासाठी ते प्रारब्ध ज्या रूपात त्याच्या ह्या जन्मात काम करत असते, ते रूप बदलणे आवश्यक असते; आणि ते रूप म्हणजेच त्याचे "मन'. याचाच अर्थ "प्रारब्ध बदलण्यासाठी मनच बदलावे लागते.

શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ પ્રથમ ખંડ "સત્યપ્રવેશ" માં ચરણ માં આપણે વાંચીએ છીએ કે માનવીને તેનું પ્રારબ્ધ બદલવું હોય, તો તેનામાટે તે પ્રારબ્ધ જે રૂપમાં તેના જન્મમાં કાર્ય કરે છે, તે રૂપ બદલવું આવશ્યક છે; અને તે રૂપ એટલેજ તેનું "મન". આનોજ અર્થ "પ્રારબ્ધ બદલવા માટે મન બદલવું પડે છે."

मन बदलणे म्हणजेच मनाचे "नम:' करणे. मनाला नम: करण्यासाठी, निर्मळ करण्यासाठी साधा, सहजसोपा मार्ग आहे- सद्गुरुभक्तीचा मार्ग. सद्गुरुंच्या चरणधुळीने मनरूपी दर्पण निर्मळ होते, असे सन्तश्रेष्ठ श्रीतुलसीदासजींनी श्रीहनुमानचलिसा स्तोत्रामध्ये सांगितले आहे.

મન બદલવું એટલેજ મન નું "નમઃ" કરવું. મન નું નમઃ કરવા માટે, નિર્મળ કરવા માટે, સહજ સુંદર માર્ગ છે

સદગુરૂ ભક્તિ નો માર્ગ, સદગુરુનાં ચરણધૂળથી મનરૂપી દર્પણ નિર્મળ થાય છે, સંત શ્રેષ્ઠ શ્રીતુલસીદાસજી શ્રીહનુમાન ચલીસા સ્તોત્રમાં જણાવ્યું છે.

सद्गुरुतत्त्वाकडून ही चरणधूळ स्वीकारण्यात मानवाच्या अल्प कुवतीमुळे, प्रज्ञापराधांमुळे अनेक अडथळे येत असतात. सद्गुरुचरणधूळरूपी कवच नसल्यामुळे मानवाच्या दुष्प्रारब्धाचा नाश होत नाही आणि मनाचे नम:देखील होत नाही. गुरुपौर्णिमेस श्रद्धावान सद्गुरुचरणधूळ सहजपणे स्वीकारू शकतो.

સદગુરૂ તત્વ પાસે થી ચરણધૂળ સ્વીકાર કરવા માટે, માનવની અલ્પ કુશળતા ને લીધે, પ્રગય  પ્રજ્ઞાપરાધ ને લીધે અનેક અડચણ આવે છે.  સદગુરૂચરણધૂળરૂપી કવચ હોવાને કારણે માનવીના દુશ્પ્રારબ્ધ નો નાશ થતો નથી અને મન નું નમઃ થતું નથીગુરુપૂર્ણિમા ના દિવસે સદગુરૂચરણધૂળ સહજતાથી સ્વીકારી શકાય છે

सद्गुरुतत्त्व मानवाचा समग्र जीवनविकास साधण्यासाठी लाभेवीण प्रेमाने जे अथक परिश्रम घेत असते, त्याचे कृतज्ञतापूर्वक स्मरण राखून शारण्यभावात स्थिर असणाऱ्या श्रद्धावानास सद्गुरुचरणधूळ नक्कीच प्राप्त होते. सद्गुरुप्रती असणारी कृतज्ञता आणि शारण्य-निश्चय ही दोन नाणी देवयानपथावर चालणारे श्रद्धावान गुरुदक्षिणेच्या रूपात सद्गुरुतत्त्वास अर्पण करतात.

સદગુરૂતત્ત્વ માનવો ના સમગ્ર જીવનવિકાસ સાધવા માટે લાભેવિણ પ્રેમ થી જે અથાક પરિશ્રમ કરે છે, તેનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીને શારણ્યભાવ માં સ્થિર રહેવાવાળા શ્રદ્ધાવાન ને સદગુરૂચરણધૂળ નક્કી  પ્રાપ્ત થાય છે. સદગુરૂ પ્રતિ હોવાવાળી કૃતજ્ઞતા અને શારણ્ય-નિશ્ચય બે નાણા દેવયાનપથપર  ચાલવા વાળો શ્રદ્ધાવાન ગુરુદક્ષિણા રૂપે સદગુરૂતત્ત્વને અર્પણ કરેછે

गुरुपौर्णिमेला सद्गुरुंचे दर्शन घेऊन ही गुरुदक्षिणा श्रद्धावान जेव्हा सद्गुरुतत्त्वास अर्पण करतात, तेव्हा सद्गुरुचरणधूळ स्वीकारण्यात येणारे सर्व अवरोध दूर होतात आणि अनिरुद्धपणे सद्गुरुकृपा श्रद्धावानाच्या जीवनात प्रवाहित होते. गुरुपौर्णिमेस सद्गुरुतत्त्वाचे प्रतीक असणाऱ्या त्रिविक्रमाचे दर्शन-पूजन करणाऱ्या श्रद्धावानाच्या जीवनात त्या त्रिविक्रमाचे चरण उमटतात आणि साहजिकच त्या चरणांची धूळ श्रद्धावानास सहजपणे प्राप्त होते.

ગુરુપૂર્ણિમા    સદુગુરું ના દર્શન લઇ ને, દક્ષિણા  શ્રદ્ધાવાન જ્યારે સદગુરૂતત્ત્વ ને અર્પણ કરેછે, ત્યારે સદગુરૂચરણધૂળ સ્વીકાર કરવા માટે ના સર્વ અવરોધો દૂર થાય છે અને અનિરુદ્ધ પણે સદગુરૂકૃપા  શ્રદ્ધાવાન ના જીવનમાં પ્રવાહિત થાય છેગુરુપૂર્ણિમા સદગુરૂતત્ત્વ નું પ્રતિક હોવા વાળા ત્રિવિક્રમ ના દર્શન-પૂજન કરવા વાળા  શ્રદ્ધાવાન ના જીવન માં, તે ત્રિવિક્રમ ના ચરણ ઉમટે છે અને સહજતાથી તે ચરણો ની ધૂળ શ્રદ્ધાવાન ને પ્રાપ્ત થાય છે

सद्गुरुंची प्रदक्षिणा करताना प्रत्येक पावलागणिक पुण्यांच्या राशी प्राप्त होतात.

સદુગુરુની પ્રદક્ષિણા કરતા પ્રત્યેક પગલે પુણ્યની પ્રાપ્તિ થાય છે